ડસી ગયો કાનડ કાળો રે નટવર નંદદુલારો રે..૨/૪

ડસી ગયો કાનડ કાળો રે, નટવર નંદદુલારો રે. ડ૦ટેક.
જબતે ડંખ લાગ્યો હે તનમેં, હોત હે દરદ અપારો રે. ડ૦ ૧
મેં સુતી ભરનિંદ્રામેં, ખબર ન સાર અસારો ;
આય અચાનક ડંખ ધગાયો, હો ગયો જગ નિસ્તારો રે. ડ૦ ર
રોમ રોમ તન વ્યાપ રહ્યો હે, યાકો જહર અટારો ;
જાકું લગે હોત હે તાકો, જીવ લીયે છુટકારો રે. ડ૦ ૩
ઔષધ જડી મંત્ર નહીં લાગે, કોઇસે ન હોત કરારો ;
બ્રહ્માનંદ દરદ સબ જાવે, વૈદ્ય આવે જો બંસીવારો રે. ડ૦ ૪

મૂળ પદ

કાનડે પ્રેમકટારી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી