આજ તો શ્રીજીએ મને, અતિ સુખ દીધુ૧/૮

 આજ તો શ્રીજીએ મને, અતિ સુખ દીધું, 

હેતે કરી વ્હાલે મારુ, મન હરિ લીધું...                    ૧
પ્રેમે પીયું પાતળિયોજી, સેજલડી પધાર્યા, 
ભાવ કરી વ્હાલો મારો, સ્નેહે હૈયે ધાર્યા...               ૨
મને ગમે વ્હાલો અતિ, વ્હાલા ને હું વ્હાલી, 
સ્નેહની સાંકળે વ્હાલે, રાખી મને ઝાલી...              ૩
એકાંતે અલબેલે વ્હાલે, ખૂબ વહાલ કીધુ, 
જેજે મેં તો માગ્યું તેતે, સર્વે સુખ દીધું...                 ૪
હૈયે મારે હરખ ઘણો, શું કહું વાતો તેની, 
જ્ઞાનસખી સંભારે છે, સુખ સ્મૃતિ એની...                ૫
 

મૂળ પદ

આજતો શ્રીજીએ મને, અતિ સુખ દીધું

મળતા રાગ

આજ સખી આનંદની હેલી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી