સર્વે ક્રિયા તો એક તમે જ કરો છો, ૪/૪

સર્વે ક્રિયા તો એક તમે જ કરો છો,
ભકિતનો ભાવ સર્વે તમોમાં હરો છો,
રહે નહિ મૂર્તિ વિના બીજુ હવે કાંઇ,
મુક્ત સંગ મૂર્તિ બસ એકલી મનાય...ટેક
આવુ રહે હૈયે મારે દયાળુ વ્હાલા,
એને અર્થે કરુ છું હું અતિ કાલાવાલા,
કરજો મદદ મને સદાયે સુખાળા,
કરજો નજીક મને હેતથી હેતાળા...    સર્વે૦ ૧
તમ વિના કોઇને હું જાણું ના માણું,
જ્ઞાન વિજ્ઞાન મારું તમને જ જાણું,
ચૈતન્ય જ્ઞાન સુખ આત્મા તમે છો,
નથી બીજુ કોઇ બસ એક તમે છો...    સર્વે૦ ૨ 

મૂળ પદ

સ્વામિનારાયણ સર્વોપરિ છો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી