ગોકુલ પધારો રંગના રંગીલા..૧/૪

ગોકુલ પધારો રંગના રંગીલા, છેલાજી છબીલા ;
વહાલા રે મથુરાના વાસી કાના રે.      ગો૦ટેક.
કુબજાને સંગે પ્રીતડી બંધાણી, ભરો છો એનાં પાણી.       વ૦૧
પગભર ઉભા એને આગે નાચો, વળી પોથી વાંચો.        વ૦ર
ઠાવકી મળી છે કુબજા ઠગારી, કીધા ઘરબારી.    વ૦૩
બ્રહ્માનંદ કહે છે કુબજાને સંગે, રાચ્યા એને રંગે.  વ૦૪ 

મૂળ પદ

ગોકુલ પધારો રંગના રંગીલા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી