કુબજાને સાથે આવા શું બંધાણા ભૂધર ભરમાણા..૨/૪

કુબજાને સાથે આવા શું બંધાણા, ભૂધર ભરમાણા ;      
વારી રે શ્યામળા સ્નેહી પ્યારા રે.                                        કુ૦ટેક.
કામણીયાં કરીને વશ કરી લીધા, ચાલો છો સીધા.                        વા૦૧
એનું મુખ જોયા વિના ભોજનિયાં ન ભાવે, નિદ્રા પણન આવે.      વા૦ર
રહ્યા શિર કરી રંગ એને રાતા, લીધા વેચાતા.                    વા૦૩
બ્રહ્માનંદ કહે છે એને પગે લાગો, હવે રજા માગો.                        વા૦૪ 

મૂળ પદ

ગોકુલ પધારો રંગના રંગીલા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી