ગોકુળનો રે સરદાર વહાલો મારો નટવર..૧/૪

ગોકુળનો રે સરદાર, વહાલો મારો નટવરનંદકુમાર ગિરધર.       ગો૦ટેક.
ચટક રંગીલી રૂડી ચાલને રે, જોઇ જોઇ વાધે પ્યાર ;ઘર ધંધો ભૂલી ગઇ રે, ગોકુલીઆંની રે નાર.      વ૦૧
મીઠી સુણીને એની મોરલી રે, ન રહી તન સંભાર ;જમુનાને તટ જાઇએ રે, મેલીને ઘરબાર.  વ૦ર
હસી બોલાવે મુને હેતમાં રે, વહાલો વારમવાર ;મનમોહનને માથડે રે, બ્રહ્માનંદ બલિહાર.         વ૦૩ 

મૂળ પદ

ગોકુળનો રે સરદાર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી