એટલું એકાંતે કહેજો ઉધા એટલું એકાંતે..૧૧/૧૨

 

એટલું એકાંતે, કહેજો ઉધા એટલું એકાંતે. ટેક.
વલવલતી વ્રજનારને મેલી, કરતી કલપાંતે. ક૦૧
મનમોહન મથુરામાં જઇને, બેઠાં નિરાંતે. ક૦ર
કયાં વરશે છોરું કુબજાનાં, બેસશે કેની પાંતે. ક૦૩
બ્રહ્માનંદ કહે લાજ પોતાની, ખોઇ તમે ખાંતે. ક૦૪

મૂળ પદ

મીટલડી મારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી