કીધી છે મુજને દીવાની રે..૨/૪

કીધી છે મુજને દીવાની રે, કામણગારા રે કાન.                  કી૦ટેક
કામણગારો પ્યારો મોહન જોઇને, મગન થઇ છું મસ્તાની રે.      ક૦૧
મોરલડીમાં મંત્ર ભણીને, ભૂરકી નાંખી છે કાંઇ છાની રે.            ક૦ર
નટવર લાલ મનોહર નિરખી, આંખડલી અણિયાળી રે.            ક૦૩
બ્રહ્મમુનિને અંતર વસીયો, ગિરિધર છેલ ગુમાની રે.               ક૦૪ 

મૂળ પદ

નેણે જાદુ તારે ભારી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી