છોજી તમે પ્યારા મારા જીવનપ્રાણ..૨/૪

છોટા ખોટા છોકરા, શીખ્યો વાત મોટી રે ;       ટેક.
વેગળો રહેજે મુજથી, નહીં તો ખાઇશ સોટી રે.   શી0 ૧
હું તો તારા લોકની છોડી, તું મારો સરદાર ;    
કંસ બિચારો કયાંઇ જાશે, હવ મેલી રાજદ્વાર.     શી0 ૨
પ્રાકમ ન મળે પીંડમાં, ત્યારે બોલ મોટે શું હોય ;
ત્રણ ભુવનમાં નથી મુને, લૂટવાવાળો કોય.       શી0 ૩
દાણ નહીં આપું દોકડો, આમે ખોટી થાઇશ કામ ;
તું મુને અલ્યા ત્રાસ દેખાડીને, રહીશ કેને ગામ.  શી0 ૪
હું તારાં હલાણ જોઇને, જાણું છું મનમાંહ્ય ;      
બ્રહ્માનંદ કહે મોડું વેહેલું, નંદને સારુ નાંય.       શી0 ૫

મૂળ પદ

રંગભીના રસીયાજી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી