આવો ઓરા લટકાળા..૪/૪

 

આવો ઓરા લટકાળા છેલા નંદલાલ. આવો૦ટેક.
પ્રાણજીવન લાગે અતિ પ્યારી, ચટક રંગીલી રૂડી ચાલ. આ૦૧
આંખડલી અતિશે અણિયાળી, તિલક મનોહર ભાલ. આ૦ર
ફૂલતણાં છોગાં શિર ફરતાં, વાધે છે જો જોઇ જોઇ વહાલ. આ૦૩
બ્રહ્માનંદ કહે તારી મૂર્તિ, આંખડલીનો ધનમાલ. આ૦૪

મૂળ પદ

રંગભીના રસીયાજી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી