ન કરીએ રે આળ્યું ન કરીએ..૩/૪

ન કરીએ રે આળ્યું ન કરીએ, કાના, મારગ જાતાં આળ્યું ન કરીએ. ટેક.
માણસની શંકા મનમોહન, કાંઇક અંતરમાં ધરીએ રે. ક૦૧
રાતદિવસ આવી મારગ રોકો, કેમ કરી અમે પાણીડાં ભરીએ રે. ક૦ર
લોક-લાજ મરજાદ, અમારે, દેખીને તમને મનમાં ડરીએ રે. ક૦૩
બ્રહ્માનંદના નાથ વિહારી, મન મસ્તાન થઇ ન ફરીએ રે. ક૦૪

મૂળ પદ

હરખ ભર્યાં રે નેણાં હરખ ભર્યાં

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી