છાઇ મોહન વેલીરે..૪/૪

છાઇ મોહન વેલીરે, છેલા તારા છોગલિયામાં,છાઇ મોહન વેલી.        છે૦ટેક.
નટવર તારી મૂર્તિ રે નિરખી ;હાંરે હું તો ઘરડુ ભૂલીને થઇ ઘેલી રે.     છે૦૧
મગન થઇ હું તો મારગ માંહી ;હાંરે મહી મટુકી ઉપાડીને ઉભેલી રે.      છે૦ર
સુધ વિસરી રે મને કાંઇ નવ સૂઝે ;હાંરે જાણું ચિત્રામણમાંહી લખેલી રે.   છે૦૩
બ્રહ્માનંદ કહે તમને રે મળતાં ;હાંરે અલબેલા થઇ છું અલબેલી રે.       છે૦૪ 

મૂળ પદ

હાંરે નહિ મેલું રે, માવા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી