મોહન મારો મોરલીયો રે હું તો એની ઢળકતી ઢેલ, ૧/૧

મોહન મારો મોરલીયો રે, હું તો એની ઢળકતી ઢેલ,
જીવન જોવા જાઇશ હું તો, લઇને પાણીડાની હેલ...૧
નિરખીને નયણે નેહમાં નાથને, ઉરે ઉતારું અલબેલ,
હૈયાના હેતને ભીડીને બાથમાં, ખેલાવું ખાંતેશું ખેલ...૨
સુંદર સુવાળી સેજમાં શ્રીજી, પોઢાડી કરું હું ગેલ,
રાખુ છાતિ પર શ્યામળો સ્નેહે, છુટો ન મૂકું હું છેલ....૩
સ્નેહે ચૂંબનથી જડી વરસાવું, કરું હું જ પહેલી પેલ,
જ્ઞાનસખી મને વાલમજી વિના, જગત લાગે છે જેલ...૪

મૂળ પદ

મોહન મારો મોરલીયો રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હેમંત ચૌહાણ

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
1
0