કામણગારા પ્યારા કાનજી..૨/૨

કામણગારા પ્યારા કાનજી, એવાં કામણ કીધાં કોય ;
દીઠાથી સુખ ઉપજે દિલમાં, વીન દીઠે દુઃખ હોય. કા૦ ૧
ઘરનો ધંધો દીઠો ન ગમે, મારે હાથ ન લાગે કામ ;
ભાંમો લગાડયો ભુધરા મુને, જોયાનો સર્વ જામ. કા૦ ર
મેં તો લાજ તજી આલોકની, હવે છેડો નાખ્યો શીશ ;
શ્યામ મનોહર તમ સંગાથે, જોડ બની જગદીશ. કા૦ ૩
પેહેલી પ્રીત કરી રસ પાઇને, મુને કીધી ઘેલી કાન ;
કામ શું છે મારે કોઇનું, એક તમશું લાગી તાન. કા૦ ૪
જાદવ લટકાં તારાં જોઇને, મારું મોહી રહ્યું છે મન ;
એક ઘડી અલગા થાઓ તો તાપે દાઝે તન. કા૦ પ
વાઇ વેણ અચાનક વિઠ્ઠલા, તેણે ચોરી લીધું ચિત્ત ;
શ્યામ સનેહી શામળા રે, પાર નીભાવો પ્રીત. કા૦ ૬
એવાં કામણ તારાં કાનજી, મન વાણી રહીત વિચાર ;
બ્રહ્માનંદ કહે શિવ વિરંચિ, કોઇ લહે નહીં પાર. કા૦ ૭

મૂળ પદ

નટવર નાગર નંદના

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી