કામણીયાં રે કાંઇ કુબજા જાણે, કાનકુંવર વશ કીધા, રાજ કા૦ ૧
કાનકુંવર વશ કીધા મારી બેની, વેચાતા કરી લીધા, રાજ કા૦ ર
વેચાતા કરી લીધા મારી બેની, બાંધ્યા ધાગે કાચે, રાજ કા૦ ૩
બાંધ્યા ધાગે કાચે મારી બેની, જ્યમ નચવે તેમ નાચે, રાજ કા૦ ૪
જ્યમ નચાવે તેમ નાચે મારી બેની, બોલાવે તેમ બોલે, રાજ કા૦ પ
બોલાવે તેમ બોલે મારી બેની, થેઇ થેઇ કરતા ડોલે, રાજ કા૦ ૬
થેઇ થેઇ કરતા ડોલે મારી બેની, હાં જી હાં જી કહીને, રાજ કા૦ ૭
હાં જી હાં જી કહીને મારી બેની, વરતે સુધા થઇને, રાજ કા૦ ૮
વરતે સુધા થઇને મારી બેની, મનમાં ડરતા ડરતા, રાજ કા૦ ૯
મનમાંડરતા ડરતા મારી બેની, કેડે કેડે ફરતા, રાજ કા૦ ૧૦
કેડે કેડે ફરતા મારી બેની, આઠ પોર ઓશિયાળા, રાજ કા૦ ૧૧
આઠ પોર ઓશિયાળા મારી બેની, એની જ ફેરે માળા, રાજ કા૦ ૧ર
એની જ ફેરે માળા મારી બેની, તોય એ હુકમ ચલાવે, રાજ કા૦ ૧૩
તોયે એ હુકમ ચલાવે મારી બેની, સર્વે કામ કરાવે, રાજ કા૦ ૧૪
સર્વે કામ કરાવે મારી બેની, નીમખ ન મેલે ન્યારો, રાજ કા૦ ૧પ
નીમખ ન મેલે ન્યારો મારી બેની, બ્રહ્માનંદનો પ્યારો, રાજ કા૦ ૧૬