ઓરા આવો કોડીલા રે કાન..૨/૪

 

ઓરા આવો કોડીલા રે કાન, રંગીલા રે નટવરહો જી નાવજી        
રે, વારી રે નાથ ; વહાલી લાગે હો વાતડી          ટેક.
વાલમ કરીયે હો જી વાતડી રે, અલબેલા રે એકાંત;           
ભોજન આપું હો જી ભાવથી રે, પુરું મારા મનડાંની ખાંત રે.               ઓ૦ ૧
વારે વારે જોઉ છું હો જી વાતડી રે, અતિ હરખે કરી આજ ;            
ફૂલે તો બીછાઇ હો જી સેજડી રે, કાનકુંવર તમ કાજ રે.                   ઓ૦ ર
મન રે લોભાણું હો જી માહરું રે, શ્યામ સોહાગી તમ સંગ ;               
બ્રહ્માનંદના હો જી વાલમા રે, રસિક સલૂણા નવરંગ રે.                      ઓ૦ ૩

મૂળ પદ

હેલી મારે વાલીડે રે કાન

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી