થઇ થઇ રે ઘાયલ મારગડામાં..૩/૪

થઇ થઇ રે ઘાયલ મારગડામાં મોહનની, લાગીઆંખડી રાજ. લા૦ ૧
ચિત્રામણ સરખી થઇ રે હું તો, જાદવ મૂર્તિ જોઇ ;
માવા આડી મીટમેં રે, મુને પ્રીતમ લીધી પ્રોઇ. લા૦ ર
લાગંતા પગ લથડયો રે, તો ધરણી પડી અકલાઇ ;
મોહન તારી મૂર્તિ રે, મારે ચોંટી ચીત્તડા માંહી. લા૦ ૩
જલ ભરવું ભૂલી ગઇ રે, ભૂલી સૈયરૂ કેરો નોર ;
બ્રહ્માનંદના વાલમા, તારાં લોચન તીખાં જોર. લા૦ ૪

મૂળ પદ

વાઓ વાઓ રે મીઠડી મોરલડી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી