ચાલો રે પ્રીતમજીની પાસે..૩/૪

ચાલો રે પ્રીતમજીની પાસે, પ્રીતમજીની પાસે જો રમવાને રાસે. ચા૦
જમુનાને તિરે જદુપતિ વહાલો, મોરલી મનોહર વાય.    પ્રી૦ ૧
અંતર ધીર રહી નહીં મારે, મનડું સુણી લલચાય. પ્રી૦ ર
ઘરડાનો ધંધો હાથ ન લાગે, રટના લાગી એક તાર.     પ્રી૦ ૩
પાવન નેણ કરીશું રે સજની, નિરખીને નંદકુમાર. પ્રી૦ ૪
ગજગતિ ચાલ અલૌકિક બેની, જોઇને ચોરાણું ચિત્ત.     પ્રી૦ પ
બ્રહ્માનંદના નાથ સંગાથે, પૂરણ લાગી પ્રીત.     પ્રી૦ ૬ 

મૂળ પદ

મોહન રે મોહી તારે લટકે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી