હું તો પ્રેમથી બંધાણી, હું તો પ્રેમથી બંધાણી, તારી મૂર્તિમાં પ્રોવાણી ૧/૧

હું તો પ્રેમથી બંધાણી તારી
હું તો પ્રેમથી બંધાણી, તારી મૂર્તિમાં પ્રોવાણી,
બીજ�� ગમતું નથી કાંઇ... ટેક.
જોઇ મૂર્તિ તારી, છાતિ મારી, ઠરે છે ભારી રે,
જાવું વારી વારી, ઓ સુખકારી, છો અવતારી રે,
વાલા વાલપ્યની વાત, હાલો કરશું દિન રાત...બીજુ૦ ૧
સ્નેહમાં ને સ્નેહમાં, તમારા વ્રેહમાં, નવલા નેહમાં રે,
રહી નહીં ગેહમાં, વરસતા મેહમાં, આવી છું નેહમાં રે,
ચાલો ચાલો મારી સાથ, મારા પ્યારા પ્યારા નાથ...બીજુ૦ ૨
આ મૂર્તિ પ્યારી, મૂડી છે મારી, હૈયામાં ધારી રે,
હું દાસી તમારી, સ્નેહે સંભારી, લેજો ઉગારી રે,
કહે હેતે જ્ઞાનસખી, નથી જોતું તવ પખી...બીજુ૦ ૩

મૂળ પદ

હું તો પ્રેમથી બંધાણી તારી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0