જાઇશ રે શ્યામળીયાની સાથે..૪/૪

જાઇશ રે શ્યામળીયાની સાથે, શ્યામળીયાની સાથે છેડો નાખ્યો માથે.      જા૦
નંદના નંદથી નેડો રે બંધાણો, એ વિના મન અકુલાય.    શ્યા૦ ૧
જગના જીવનને દેખું રે જ્યારે, જુગતુલ્ય રજની જાય.     શ્યા૦ ર
કાનકુંવર સાથે પ્રીત કરીને, અરપી દીધું મેં તો અંગ.    શ્યા૦ ૩
મસ્તક જાતાં પડે નહીં મોળો, રસિક સલૂણાનો રંગ.       શ્યા૦ ૪
લોક તણી મરજાદા તજી મેં તો, શું કરશે સંસાર.  શ્યા૦ પ
બ્રહ્માનંદનો નાથ રંગીલો, નયન તણો શણગાર.   શ્યા૦ ૬ 

મૂળ પદ

મોહન રે મોહી તારે લટકે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી