તમે મોટા છો જી મહારાજ..૪/૪

તમે મોટા છો જી મહારાજ, હસી મુખ બોલો રે ;
હવે રોષ તજો વ્રજરાજ, અંતર ખોલો રે. ટેક.
અક્ષરના છો આત્મા રે, અનંત ભુવનના ઇશ ;
ન ઘટે તમને નાથજી એવી, રાંકુને ઉપર રીશ. હ૦ ૧
જેવાંતેવાં રાજનાં રે, અમને તમારી આશ ;
રસિયાજી નવ રીજીએ વારી અમ સાથે ઉદાસ હ૦ ર
રમો હસો રંગ રીતમાં રે, ચિત્ત ધરો ઉછાવ ;
બ્રહ્માનંદના વાલમા તમે, દિલડાના દરીયાવ. હ૦ ૩

મૂળ પદ

સખી નાવલીયો નવરંગ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી