ઉધાજી કહેજો સંદેશો શ્યામને રે..૪/૪

 

ઉધાજી કહેજો સંદેશો શ્યામને રે, પુરો આવી હામને રે. ટેક.
કઠણ થયા કેમ કાન, મથુરા જાઇને રે ;
મોટા કીધા માવ, ગોરસ પાઇને રે. ઉ૦ ૧
વહાલપણાની વાત, વાલમ વીસર્યા રે ;
મથુરામાં મોરાર, નવા નેહ કર્યા રે. ઉ૦ ર
સુધ ભુલ્યા તમે શ્યામ, ગોકુલ ગામની રે ;
ભલી મળી ભાવિક, કુબજા કામની રે. ઉ૦ ૩
વ્રજવાસીને નાથ, ચિત્ત ન આણીયાં રે ;
બ્રહ્માનંદના નાથ, તમને જાણીયા રે. ઉ૦ ૪ 

મૂળ પદ

વહાલી મુને લાગે વહાલા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી