કહોને આજ તમે કયાં હતા રે..૧/૪

કહોને આજ તમે કયાં હતા રે, દીસે નેણ નિંદ ખુમારી રે, 
મરમાળાજી રે, 
સાચું કહોને મારા શ્યામ કાનડા, વંશીવાળાજી રે. ટેક.
ભુધર તમને ભોળવ્યા રે, એવી કુણ મળી ધુતારી રે. મ૦ ૧
લડથડતાં પગલાં ભરો, વહાલા, આળસ ઝાઝું અંગે રે. મ૦ ર
લોભાણા રે તમે લાલજી રે, વારી શ્યામળીયા કે સંગે રે. મ૦ ૩
કુંણે એવા તમને વશ કર્યા રે, તેણે બીતા બીતા બોલો રે. મ૦ ૪
બ્રહ્માનંદના વાલમા રે, પ્યારા અમશું અંતર ખોલો રે. મ૦ પ

મૂળ પદ

કહોને આજ તમે કયાં હતા રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી