કયાંથી આવ્યા તમે કાનજી રે..૨/૪

 

કયાંથી આવ્યા તમે કાનજી રે, મારા ગુણવંતા ગિરધારી રે, 
પ્રીતમ પ્યારાજી રે ;
એકલડા રે અલબેલ ડોલરીયા, નંદદુલારાજી રે. ટેક.
છેલ તમારી ચાલમાં રે, અમને ભરમ પડે છે ભારી રે. પ્રી૦ ૧
જેમ થયું તેમ જાદવા રે, સાચું કહોને શ્યામ સુહાગી રે. પ્રી૦ ર
અમને તે એમ જણાય છે રે, તમે રજની કયાંઇક જાગી રે. પ્રી૦૩
કાજળ રેખ કપોલમાં રે, રૂડી લાગે છે રૂપાળી રે. પ્રી૦ ૪
બ્રહ્માનંદના વાલમા રે, આજ આવ્યા છો રંગ ઢાળી રે. પ્રી૦ પ

મૂળ પદ

કહોને આજ તમે કયાં હતા રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી