ગિરિધર ગોકુલ ગામમાં સરવે રેહે લોક ઠગારાં રે..૪/૪

ગિરિધર ગોકુલ ગામમાં, સરવે રેહે લોક ઠગારાં રે, કયાંઇ ન જાયે જી રે ;  
લેરખડા રે નંદલાલ અતિશે, છેલ ન થાયે જી રે.  ટેક.
અંતરમાં રે ઉંડાં ઘણાં રે, બહાંરે બોલો મુખથી સારાં રે.    કયાં૦ ૧
કાંઇક કામરુ દેશની રે વહાલા, વિદ્યા વ્રજની આવી રે.     કયાં૦ ર
જોજો તમને રાખશે રે, કોઇક ભુધર ભરમાવી રે.  કયાં૦ ૩
અમ જેવાંને ઘરે આવતાં રે, મનમાં બીક ન ધરશો બળીયા રે.     કયાં૦ ૪
બ્રહ્માનંદ કહે માનજો રે, વારી શિખામણ શામળિયા રે.     કયાં૦ પ

મૂળ પદ

કહોને આજ તમે કયાં હતા રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી