જોઇ હું લોભાણી હો કાના..૨/૨

જોઇ હું લોભાણી હો કાના રૂડે રૂડે રૂપે રહી જી હો, નટવર પ્યારા ;
ફૂલડે છાઇ છે હો તારી રે પાઘડી જી, હો નટવર પ્યારા. ટેક.
કુંડળ લટકે બેઉ કાનજી હો, શ્યામ સોહાગી. જો૦ ૧
સાવ રે સોનેરી હો, શોભે રે સેહરો જી હો. ન૦ ર
વાલપ વાધે છે ભીનેવાન જી હો, લગની લાગી. જો૦ ૩
કપોલે શોભે છે હો, તિલ રે ત્રાજુઉં જી હો. ન૦ ૪
અણીઆળાં શોભે છે રૂડાં નેણ જી હો, નંદાના નંદા. જો૦ પ
આડ બીરાજે હો, નીકી રે, ભાલમાં જી હો. ન૦ ૬
વહાલાવહાલા બોલો છો મુખ વેણ જી હો, બાલગોવિંદા. જો૦ ૭
દાડમ કળીને હો શોભા રે, દાંતની જી હો. ન૦ ૮
મુખડું બીરાજે પૂરણ ચંદ જી હો, સુંદર સારા. જો૦ ૯
છબી હો અલોકિક તારી રે, શ્યામળા જી હો. ન૦ ૧૦
બલિહારી જાય છે બ્રહ્માનંદ જી હો, જીવન મારા. જો૦ ૧૧

મૂળ પદ

મોરલીમાં મોહી છું વારી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી