દરદે હું તો ઘેલડી ડોલું..૩/૪

દરદે હું તો ઘેલડી ડોલું, જો રે બેની હાંરે મુને કાનડાને
નેણુંને બાંણે રે ઘાયલ કીધી હેલી જોને ;
કામણિયા કર્યાં શ્યામળે, દર૦
જમુનાતીરે જાદવે રે, મુંને કામણ કીધાં, બેહદ વાઇ વેણ રે મુને ;
કામણિયાં કર્યાં શ્યામળે. દર૦ ટેક.
સાંભળતા સુધ વીસરી રે, કા ૦ મન થઇ ગયું વેરાણ રે. કા૦ ૧
આડો આવી ઉભલો રે, કા ૦ સુંદર શ્યામ સુજાણ રે. કા ૦ ર
નેણું કેરી સાનમાં રે, કા ૦ પ્રીતમ હરીયા પ્રાણ રે. કા૦ ૩
આજ ગઇ એકલી રે, કા ૦ જમુના ભરવા નીર રે. કા૦ ૪
બ્રહ્માનંદને વાલમે રે, કા ૦ છાનો તાણ્યો ચીર રે. કા૦ પ

મૂળ પદ

તુંજી મુંકે માયા લગીલો રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી