અલવીલો ઉભો રે જોરાવર..૩/૪

 અલવીલો ઉભો રે જોરાવર, જમુના કેરે તીર રે.અ૦ ટેક.

ઓચીંતો આવે, બેની ! જોરે બોલાવે રે ;         
છોટા બહુ છોરા લાવે ભીર રે.                           અ૦ ૧
સનમુખ આવે ગાતો, વંશીને વાતો રે ;
રંગનો રાતો છેલ અહીર રે.                              અ૦ ર
ચોરે ચિત્ત નેણને ચાળે, ભાવતી ભાળે રે ;       
આળે આળે આવીને તાણે ચીર રે.                   અ૦ ૩
બ્રહ્માનંદનો રે પ્યારો, એને કોઇ વારો રે ;        
નથી મુને ભરવા દેતો નીર રે.                         અ૦ ૪
 

મૂળ પદ

રંગભીનો ખેલે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી