લીલુડી લીબડીની શિતળ છાયામા શ્રીજી બેઠા છે સુખ દેવા જીરે, ૧/૧

 લીલુડી લીંબડીની શીતળ છાયામાં, શ્રીજી બેઠા છે સુખ દેવા જીરે,
		સંતોની સભા સ્નેહે જુએ છે, મૂર્તિનું મહાસુખ લેવા જીરે...ટેક.
પ્રેમસખી પ્રેમે કીર્તન ગાય છે, પ્રીતમ પ્રાણમાં અતિ લોભાય છે;
	દોડી પ્રભુને બકી લેવા જીરે...લીલુડી૦ ૧
મૂર્તિ રૂપાળી છે અતિ હેતાળી, ભેટીને થઈ ગઈ સખી સુખાળી;
	લેવાને સુખ પડયા હેવા જીરે...લીલુડી૦ ૨
જ્ઞાનજીવન કહે મારે નથી રહેવાતું, મૂર્તિમાં મન મારું જાય છે ખેંચાતું;
	લંબાઓ હાથ બાથ લેવા જીરે...લીલુડી૦ ૩ 
 

મૂળ પદ

લીલુડી લીંબડીની શિતળ છાયામાં

મળતા રાગ

હતી મારા વ્હાલા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0