ઘડીયાળ ધીમી ધીમી હાલ, કરવુ મારે ૧/૧

ઘડીયાળ ધીમી ધીમી હાલ, કરવું મારે વાલમજીશું વ્હાલ, આજ મારે ટાણું રે આવ્યું છે મહાસુખનું... ટેક.
અહો મારા વ્હાલાનાં દર્શન, એમાં મારું ફસાઇ ગયું છે મન... આજ૦ ૧
ભીડી મેં તો પીયુજીને બાથ, કોઇ કાળે મેલું નહીં નાથ... આજ૦ ૨
લીધી મને વ્હાલે મૂર્તિમાંય, સુખ મારે હૈયે ના સમાય... આજ૦ ૩
રોમ રોમ સ્પર્શી પીયુની કાય, રહી હું તો પાતળિયામાં સમાય... આજ૦ ૪
જ્ઞાનજીવન જાણું નહિ હું કાંય, 
રખે આવું સુખ ચાલ્યું જાય... આજ૦ ૫ 

મૂળ પદ

ઘડીયાળ ધીમી ધીમી હાલ, કરવું મારે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન



પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0