એણે આવીને રે મુને વારી રે..૨/૪

 

એણે આવીને રે મુને વારી રે, બેની કાનડે નેણ કટારી. એ૦ ૧
આંખડલી અતિશે અણિયાળી, નાંખી જો ખુબ નિહાળી. એ૦ ર
પેહેલી ચોટ કીધી પ્રોઇને, આડી રે મીટે જોઇને. એ૦ ૩
ચોટે નયનની ચિતડું ચોરી, કાળજ નાખ્યું કોરી. એ૦ ૪
બ્રહ્માનંદ કહે શુદ્ધ-બુદ્ધ લીધી, વાલીડે ઘાયલ કીધી. એ૦ પ

મૂળ પદ

એની વનમેં રે વંશી બોલે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી