તારી મૂર્તિ રે મન માની રે હું તો દેખીને થઇ દીવાની રે ૩/૪

તારી મૂર્તિ રે મન માની રે, હું તો દેખીને થઇ દીવાની રે. તા૦ ૧
પીતાંબર તન સુંદર પેહેરી, હેતે જો મુને હેરી. તા૦ ર
ભાલ તિલકની શોભા જોઇને, મનડું રહ્યું છે મોઇને. તા૦ ૩
વશ કીધી મુને સુંદર વેણે, નેહડો જો લાગ્યો નેણે. તા૦ ૪
બ્રહ્માનંદ કહે હું લોભાણી, તુજથી પ્રીત બંધાણી. તા૦ પ

મૂળ પદ

એની વનમેં રે વંશી બોલે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી