દર્શન દેવાને વેલા આવજો, પ્યારા સંતોને સાથે લાવજો ૧/૧

દર્શન દેવાને વેલા આવજો,
પ્યારા સંતોને સાથે લાવજો... દર્શન૦ ટેક.
તમારા વિયોગે વાલા ઝુરી મરુ છું,
રાતદિવસ પિયા મનમાં સ્મરું છું,
એકવાર આવી મને ગળે રે લગાવજો... દર્શન૦ ૧
રોમ રોમ પીયુ મારી કાયા બળે છે,
હૈયું તો મારું અતિ અતિ ટળવળે છે,
એકવાર હૈયે લેવા હાથ રે લંબાવજો... દર્શન૦ ૨
જ્ઞાનજીવન રડી રડીને થાકી છું,
હવે તો હરિ બસ મરવી બાકી છું,
એકવાર મરતા પહેલા પીયુડા પધારજો... દર્શન૦ ૩

મૂળ પદ

દર્શન દેવાને વેલા આવજો,

મળતા રાગ

પાંદડું લીલુ ને રંગરાતો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
0
0