તારા મુખની રે માયા લાગી રે..૪/૪

તારા મુખની રે માયા લાગી રે, મારા રસિક શ્યામ સોહાગી. તા૦ ૧
માયા લાગી મુજને તારી, તન-મન નાખું વારી. તા૦ ર
મુખની સુંદર શોભા ભાળી, મોહી છું હું વનમાળી. તા૦ ૩
ઘરનો ધંધો હું વીસરાવી, મુખડું જોવા આવી. તા૦ ૪
બ્રહ્માનંદ કહે સરવસ વારું, મુખડું જોઇને તારું. તા૦ પ

મૂળ પદ

એની વનમેં રે વંશી બોલે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી