જળ ભરવા રે ચાલો જળ ભરવા..૧/૪

જળ ભરવા રે ચાલો જળ ભરવા, જમુનાજીનાં જાઇએ જળ ભરવા.     ટેક.
પાણીડાનું બેની, રે મિષ લઇને, જગના જીવનનાં દર્શન કરવા.     જ૦ ૧
લટકાં કરે છે નંદજીનો રે લાલો, હેત કરીને મનડું હરવા.  જ૦ ર
મરમ ભરી રે બેની, સુંદર મૂર્તિ, જોઇને અંતરમાં ઠરવા.   જ૦ ૩
શોભીતા રે શણગાર સજીને બ્રહ્માનંદના વહાલાને વરવા.  જ૦ ૪ 

મૂળ પદ

જળ ભરવા રે ચાલો જળ ભરવા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી