જોવાને રે બેની, જોવાને નટવરને જાઇએ જોવાને...૨/૪

જોવાને રે બેની, જોવાને , નટવરને જાઇએ જોવાને. ટેક.
વહાલો રસીલી બેની, વેણ વજાડે, માનનીયોનાં મન મ્હોવાને. ન૦ ૧
સાસુ ને નણદી બેઉ ગામ સધાવ્યાં, બીજું નથી રે કોઇ ઠોવાને. ન૦ ર
જે કોઇ પૂછે તેને એમ કરી કેહેશું, ગયાતાં ગાવડલી અમે દોહવાને. ન૦ ૩
બ્રહ્માનંદના સ્વામીને સંગે, લોકલજ્યા તે સરવે ખોવાને. ન૦ ૪

મૂળ પદ

જળ ભરવા રે ચાલો જળ ભરવા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી