જમુનાને તીરે વહાલે રે..૧/૪

જમુનાને તીરે વહાલે રે મોરલી વજાડી ;હેલી મારા ચિત્તડામાં ચટકી લગાડી.      જ૦ ટેક.
સાંભળતાં રે હું તો સુધ-બુધ ભૂલી;વ્રેહડાંની વેલી મારા દીલડામાં ફૂલી.      જ૦ ૧
એને રે જોઇને મારું મન અકળાયે ;અધક્ષણ એથી હવે છેટે નવ રહેવાયે.     જ૦ ર
ઘાયલ થઇ રે હું તો નિશ દિન ડોલું કાનુડા વિના રે બીજું મુખથી ન બોલું.     જ૦ ૩
બ્રહ્માનંદ કહે રે મુને સુતી જગાડી ;દરશન જોઇએ મારે એનાં દા'ડી દા'ડી.   જ૦ ૪

મૂળ પદ

જમુનાને તીરે વહાલે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી