કેમ કરી ભરીએ બેની જમુનાનાં પાણી રે..૩/૪

કેમ કરી ભરીએ બેની રે, જમુનાનાં પાણી ;     
વીચમાં ઉભો છે માવો માણીગર દાણી.           કે૦ ટેક.
આવીને રોકે છે નિત રે પાણીડાંનો આરો ;      
અલવ કરે છે જોને સાંજ-સવારો.                 કે૦ ૧
કાલ હું ગઇ'તી બેની, રે હેલ ઉપાડી ;   
જોરે જોરે ફાડી મારી નવરંગ સાડી.              કે૦ ર
ફેલ મુખ બોલી, આવી રે ગાગર ફોડી ; 
નિર્લજ્જ કનૈયે મારીબાંઇયાં જો મરોડી.          કે૦ ૩
બ્રહ્માનંદ કહે રે નિત કેડે કેડે આવે ;    
આડો આવી જોરે જોરે મુજને બોલાવે.           કે૦ ૪ 

મૂળ પદ

જમુનાને તીરે વહાલે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી