કોરે રહેને કાન મારો રે મારગ મેલી..૪/૪

કોરે રહેને કાન, મારો રે મારગ મેલી ;અસુરી દીઠી રે મુને આજ તેં અકેલી.     કો૦ ટેક.
મહીડું લીધાંની તુંને રે હોંશ થઇ મનમાં ;વાટડી રોકીને શીદ આડો ઉભો વનમાં.   કો૦ ૧
નંદના નાનડીઆ મુને રે એકલી મ જાણે ;પરાયું મૈડું નહીં પીવાયે પરાણે.  કો૦ ર
ગરવ ભર્યો રે આવી તું બોલે મુખ ગાળ્યું ;આમેં આમેં માથે શાને નાખે છે તું આળ્યું.  કો૦ ૩
બ્રહ્માનંદ કહે રે મોટો તું તે તારે ઘેરે ;શિખામણ આપું તુને જોજે સારી પેરે.      કો૦ ૪

મૂળ પદ

જમુનાને તીરે વહાલે રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી