કુંજવિહારી રે, કુંજવિહારી રે..૧/૪

કુંજવિહારી રે, કુંજવિહારી રે,    
માયા મુને લાગેલ છે, જો વહાલા કુંજવિહારી.    ટેક.
માવા રંગીલા છેલા, મનડામાં મારે,     
હાંરે ખુંતી નવલ કલંગી, આવી તારી રે.         મા૦ ૧
કાનકુંવર તારે કેડે ફરું છું ;   
હાંરે મારા ઘરડા કેરાં કામ વીસારી રે.           મા૦ ર
શેરડીએ રે તારે સાદ સુણીને ;  
હાંરે હું તો દોડીને આવું છું ઘર બહારી રે.                મા૦ ૩
બ્રહ્માનંદના શ્યામ રંગીલા ;     
હાંરે તારામુખડા ઉપર જાઉં બલિહારી રે.         મા૦ ૪ 

મૂળ પદ

કુંજવિહારી રે, કુંજવિહારી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી