કીધેલ ઘેલી રે કીધેલ ઘેલી રે..૨/૪

કીધેલ ઘેલી રે કીધેલ ઘેલી રે ;
માવે મુને મંત્ર ભણીને રે કીધેલ ઘેલી.   ટેક.
આજ અસુરી હું તો પાણીડે રે ગઇ'તી ;  
હાંરે બીજી સંગ નહીં કોઇ સાહેલી રે.     મા૦ ૧
મારગડામાં મુને નટવર મળિયો ;       
હાંરે શિર નવલ કલંગી રૂડી મેલી રે.     મા૦ ર
ઘેલી થઇને બેની, ઘરડું રે ભૂલી ;      
હાંરે હવે નહીં મેલું નંદજીની ડેલી રે.     મા૦ ૩
બ્રહ્માનંદના વહાલાની મૂર્તિ ;   
હાંરે મારાં નેણુંને માંહ્ય ધરેલી રે.         મા૦ ૪ 

મૂળ પદ

કુંજવિહારી રે, કુંજવિહારી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી