કાનડ કાળે રે કાનડ કાળે રે..૩/૪

કાનડ કાળે રે કાનડ કાળે રે ;
મારી મુને નેણ કટારી રે કાનડ કાળે. ટેક.
વાટે જાતાં રે મારું મન હરી લીધું, 
હાંરે રૂડી મોરલી વજાડી મરમાળે રે. મા૦ ૧
હીયડે હાર અમૂલખ પહેર્યાં, 
હાંરે રૂડાં છોગલાં મેલ્યાં છે રૂપાળે રે. મા૦ ર
દો'વું વલોવું મારે હાથ ન લાગે, 
હાંરે ચિત્ત ચોર્યું એણે આંખડલીને ચાળે રે. મા૦ ૩
બ્રહ્માનંદના વહાલાની પાસે, 
હાંરે હવે જાતાં મુને કોણ બીજું ખાળે રે. મા૦ ૪

મૂળ પદ

કુંજવિહારી રે, કુંજવિહારી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી