કામણગારે રે કામણગારે રે..૪/૪

કામણગારે રે કામણગારે રે,    
કીધાં મુને કામણીયાંરે કાંઇ કામણગારે.  ટેક.
મોરલી મનોહર હાથ જ લઇને, 
હાંરે આવી ઉભો રહે જમુનાને આરે રે.   કી૦ ૧
કામણીયાં કરવાને રેકાજે,      
હાંરે ઘેરે આવે છે સાંજ સવારે રે.         કી૦ ર
કામણીયાં કોઇ પેરનાં કીધાં,    
હાંરે એ હવે બીજો કોણ વૈદ્ય ઉતારે રે.   કી૦ ૩
બ્રહ્માનંદના નાથ વિના રે બેની ;
હાંરે હવે ઘડીએ નવ ચાલે કાંઇ મારે રે. કી૦ ૪ 

મૂળ પદ

કુંજવિહારી રે, કુંજવિહારી રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી