પેચાળી તેં બાંધી પાઘ રે..૩/૪

પેચાળી તેં બાંધી પાઘ રે, પેચાળી તેં બાંધી પાઘ રે ;
પાઘડલી તો પેચાળી. ટેક.
પાઘડલીના પેચમાં, થયું મન મારું ગુલતાન ;
વાલમ, મુને વશ કરી, કોડીલા છેલા કાન રે. પા૦ ૧
ફૂલતોરાની ફોરમાં, જોઇ ભમર થયા ચકચૂર ;
મતવાલા થઇને ફરે, મેલી ન જાય દૂર રે. પા૦ ર
માવ, તમારું મોળીયું, મેં દીઠું આંટાદાર ;
બ્રહ્માનંદના વાલમા, વીસાર્યો મેં સંસાર રે. પા૦ ૩

મૂળ પદ

લગાડી તેં પ્રીતી લાલ રે, પ્રીતલડી તો લગાડી

મળતા રાગ

પરજ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
માઢ


હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0