ઓરા આવો છેલ છબીલા, છેલ છબીલા રંગના રેલા ૧/૪

ઓરા આવો છેલ છબીલા, છેલ છબીલા રંગના રેલા;
			લટકાળા નંદલાલ હો વાલમ...ઓરા૦ ટેક.
કુંડળિયાં કાનમાં પેરાવું, હૈડે પેરાવું હાર;
	જુગતે મારા નાથ જમાડું, કરી કરી મનુવાર રે વાલમ...ઓરા૦ ૧
જાદવ તારી મૂર્તિ જોઈને, લોચનિયાં લોભાય;
	મરમાળા મનમોહન તારું, મુખ મેલ્યું નવ જાય રે વાલમ...ઓરા૦ ૨
ખાંત કરીને ખાટડી ઢાળું, પ્રેમે પખાળું પાવ;
	બ્રહ્માનંદના વાલમા મારા, ઓરડિયામાં આવ રે વાલમ...ઓરા૦ ૩
 

મૂળ પદ

ઓરા આવો છેલ છબીલા, છેલ છબીલા રંગના રેલા

મળતા રાગ

પરજ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

અજાણ સ્વરકાર
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


પ્યારા લાગો શ્રી ઘનશ્યામ
Studio
Audio
0
1