કોકીલા છેલ કાનુડા..૨/૪

કોકીલા છેલ કાનડા, છેલ કાનડા ! લાગો છો રૂડા ;મીઠડા બોલા માવ હો.   મેરમ.કો૦ ટેક.
લાલ ગુલાબી આંખડી તારી, છેલ રંગીલી ચાલ ; મરમાળા તું મોહન, મારી આંખ્યુંનો ધનમાલ રે.   મેરમ. કો૦ ૧
ભુધર ! તારું મુખડું ભાળી, થાય અધિક સુવાણ ; છેલ છબીલા રહો માં છેટે, પાતળિયા મારા પ્રાણ રે.       મેરમ. કો૦ ર
મનડું મારું મોહીને રહ્યું, તમથી લાગેલ પ્યાર ;બ્રહ્માનંદના નાથ પધારો, સેજતણા સણગાર રે.    મેરમ. કો૦ ૩ 

મૂળ પદ

ઓરા આવો છેલ છબીલા, છેલ છબીલા રંગના રેલા

મળતા રાગ

પરજ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી