જય મંગલકારી જય મંગલકારી આરતી ઉતારૂં ૧/૧

જય મંગલકારી, જય મંગલકારી આરતી ઉતારૂં (ર)તન મન ધન વારી..  ટેક.
અકળ રૂપ અવતારી મુનિવર વ્રતધારી (ર)પદ પંકજ નિત સેવે (ર) નૈષ્ઠિક બ્રહ્મચારિ..  જય ૧
અગણિત ઇશ ભવાની ચરન કમળ સેવે (ર)સુરમુનિ સિદ્ધ ઉપાસે (ર) ભવ્ય અચળ તેવે..  જય ર
પ્રગટ પ્રમાણ બિરાજો બળવંત બહુનામિ (ર)શ્રીનારાયણ સમર્થ (ર) નિર્ગુણ નિષ્કામી..  જય૩
જનમ ધરિ ધરિ જુગ જુગ ભરત ખંડ આવો (ર)તપફળ દરશન જનનેં (ર) કરુણાનિધિ કાવો..  જય ૪
કામાદિક મદગંજન કલિ મધ્ય અતિકિધો (ર)નિજ સેવક મુક્તાનંદ અચળ કરી લીધો..  જય૫

મૂળ પદ

જય મંગલકારી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી