જય અંતરજામી, જય અંતરજામી ૧/૧

જય અંતરજામી, જય અંતરજામી;વાસુદેવ જગવ્યાપક (૨) નિરગુણ નિષ્કામી.       જયદેવ-ટેક.
તેજોમય તનુધારી, શ્વેતદ્વિપ સ્વામી (૨)મુનિગણ મધ્ય બીરાજે (૨) અતિ અગણિત નામી.         જયદેવ-૧
અનંત ચંદ્ર રવિ સરખા, મહા મુનિવર સંગે (૨)ચરણકમળ નિત્ય સેવે (૨) અતિશે ઉમંગે.        જયદેવ -૨
નારાયણ પુરવાસી, અગણિત નરનારી (૨)પ્રેમ ઘણે કરી પુજે (૨) પ્રભુપદ સુખકારી.         જયદેવ-૩
બ્રહ્મા ભવ સનકાદિક, નિત્ય દરશન આવે (૨)શુક શારદ મુનિ નારદ (૨) નિશદિન ગુણ ગાવે.  જયદેવ-૪
પ્રગટ રૂપ પુરુષોત્તમ, હરિ અજ અવતારી (૨)મુક્તાનંદ મહાપ્રભુ પર (૨) જાએ બલીહારી.      જયદેવ-૫

મૂળ પદ

જય અંતરજામી, જય અંતરજામી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી