મને પ્રેમે બોલાવો બળવત રે૨/૨

મને પ્રેમે બોલાવો બળવંત રે, વાલા મારી સામુ જૂઓ,
તારા વિયોગે પીડા છે અત્યંત રે... વાલા૦ ટેક.
જ્યારે મળશો ત્યારે થાશે સુખ રે,
ક્યારે મળશે જોવા તારું મુખ રે...વાલા૦ ૧
હું તો તારે માટે છું મારા નાથ રે,
આવી હેતે બોલાવી ભરો બાથ રે...વાલા૦ ૨
નથી તારા વિના ગમતું ભવન રે,
જ્ઞાનજીવન દુઃખી રાતદન રે....વાલા૦ ૩

મૂળ પદ

મારા પ્રાણ પ્રીતમ ઘનશ્યામ રે

મળતા રાગ

મારી મેંદીનો રંગ ઉડી જાય રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી