બાલુડા શ્રી ઘનશ્યામ, મને રે તારો નેડો લાગ્યો છે, ૧/૧

બાલુડા શ્રી ઘનશ્યામ, મને રે તારો નેડો લાગ્યો છે,
રટું હરિ નિત્ય તારું નામ, મને રે તારો નેડો લાગ્યો છે.. ટેક.
હૈયે ધારીને વ્હાલા હેત કરું છું,
રાત-દિવસ તારું ધ્યાન ધરુ છું,
અતિશે વ્હાલા સુખધામ... મને રે૦ ૧
હૈયાને હેતે તુંને ચૂંબન કરું છું,
રૂડા બનાવી નિત્ય થાળ ધરું છું,
તારા માટે કરું બધુ કામ... મને રે૦ ૨
સ્નેહે કરીને તારી સેવા કરું છું,
સેવીને શ્રીજી અતિ અંતર ઠરુ છું,
હૈયું મારું બન્યું તારું ધામ... મને રે૦ ૩
ગદ્ગદ્ કંઠે ગુણ ગાયા કરુ છું,
મારું સર્વસ્વ તુંને ભેટ ધરુ છું,
જ્ઞાન છું તારો ઘનશ્યામ... મને રે૦ ૪

મૂળ પદ

બાલુડા શ્રી ઘનશ્યામ

મળતા રાગ

દાદાને દરબાર જાશું

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
1
0